તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારના 'એન્ટી પેપર લીક બિલ'નું ગુજરાતમાં જોરદાર સ્વાગત: ડીવાયસીએમ હર્ષ સંઘવીએ વડાપ્રધાન મોદીનો માન્યો હૃદયપૂર્વક આભાર!
કૌભાંડીઓ પર કડક કાર્યવાહી થવાથી વિદ્યાર્થીઓની મહેનતનું જળવાશે સાચું મૂલ્ય; પરીક્ષાઓમાં પારદર્શિતા લાવતા આ ઐતિહાસિક કાયદાને ગણાવવામાં આવ્યો યુવાનો માટે વરદાનરૂપ

ગાંધીનગર : દેશભરના લાખો યુવાનોના ભવિષ્યને અંધકારમાં ધકેલતા પેપર લીક જેવાં દૂષણો પર કાયમી ધોરણે લગામ લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 'એન્ટી પેપર લીક બિલ' (Anti Paper Leak Bill) ના સમર્થનમાં હવે ગુજરાત સરકાર પણ સૂર પુરાવ્યો છે. રાજ્યમાં આ કાયદાના અમલીકરણ અને સ્વાગતને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારના ડીવાયસીએમ હર્ષભાઈ સંઘવીએ કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક પગલાંને ખુલ્લા દિલથી આવકાર્યું છે અને તેને દેશના યુવાધન માટે એક મોટું વરદાન ગણાવ્યું છે.
પારદર્શિતા અને કડક દંડાત્મક કાર્યવાહીની ખાતરી
સરકારી ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને ડામવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ સઘન પગલાંને કારણે હવે કૌભાંડીઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ડીવાયસીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ કાયદાના સખત અમલથી પેપર લીક માફિયાઓ પર કાયદાનો ગાળો વધુ મજબૂત બનશે. આના પરિણામે પરીક્ષાઓમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહેશે અને રાત-દિવસ મેહનત કરતા સખત પરિશ્રમી વિદ્યાર્થીઓની મહેનતનું સાચું મૂલ્ય પણ જળવાઈ રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા
યુવાનોના ભવિષ્યને હંમેશાં પ્રાથમિકતા આપનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ દૂરદર્શી નિર્ણયને કારણે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ગુજરાત સરકાર વતી ડીવાયસીએમ હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ કાયદો દેશના શિક્ષણ અને ભરતી વ્યવસ્થામાં એક નવો અને સકારાત્મક અધ્યાય લખશે.
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
