તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
પાલનપુરના લક્ષ્મીપુરા ગામના ચેઈન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો :બે રીઢા ગુનેગારોની મુદ્દામાલ સાથે અટકાયત
પાલનપુર પશ્ચિમ પોલીસે ગણતરીના દિવસોમાં બંને તસ્કરોને દબોચી લઈ તેમની પાસેથી ચોરીની સોનાની ચેન સહિત કૂલ 1,70,000 નો મુદ્દામાલ કબજે કર્યો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગામે ધોળેદિવસે બનેલી ચેઈન સ્નેચિંગની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલવામાં પાલનપુર પશ્ચિમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ ચલાવીને રાહદારીના ગળામાંથી સોનાની ચેનની ચીલઝડપ કરનાર બે રીઢા ગુનેગારોની મુદ્દામાલ સાથે અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના અશોક ઉર્ફે નિકુંજ રામજીભાઈ બેલદાર અને મહાવીર નટુભાઈ ચૌહાણ તરીકે થઈ છે.
આ બંને શખ્સોએ લક્ષ્મીપુરા ગામની ડેરી નજીકથી પસાર થઈ રહેલા એક નિર્દોષ રાહદારીને નિશાન બનાવી, તેમના ગળામાંથી સોનાની ચેન આંચકીને બાઈક પર ફરાર થઈ ગયા હતા. પાલનપુર પશ્ચિમ પોલીસે ગણતરીના દિવસોમાં બંને તસ્કરોને દબોચી લઈ તેમની પાસેથી ચોરીની સોનાની ચેન સહિત કૂલ 1,70,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ટોળકી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
