તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારની ચાણક્યપુરી પ્રાથમિક શાળાની જગ્યા ખાનગી ટ્રસ્ટને સોંપવા આદેશ થતા વિરોધ
સ્થાનિકોનો આરોપ છે કે ખાનગી ટ્રસ્ટ દ્વારા આદેશમાં મૂકવામાં આવેલી શરતોનું પાલન કરાયું નથી:જમીન સરકાર હસ્તક થવી જોઈએ:સ્થાનિકોએ કલેકટરને શાળા રાબેતા મુજબ ચાલુ રાખવા માગ કરી

પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારની ચાણક્યપુરી પ્રાથમિક શાળામાં વિવાદ ઉભો થયો છે. શાળાની જગ્યા ખાનગી ટ્રસ્ટને સોંપી દેવા આદેશ થતા જ હડકંપ મચી ગયો છે. અનેક વર્ષોથી આ શાળા વિસ્તારના ગરીબ બાળકોને શિક્ષણ આપતી રહી છે પરંતુ હવે આ જગ્યા ખાનગી ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય લેવાયો છે. સ્થાનિકોનો આરોપ છે કે ખાનગી ટ્રસ્ટ દ્વારા આદેશમાં મૂકવામાં આવેલી શરતોનું પાલન કરાયું નથી. જેથી આ જમીન સરકાર હસ્તક થવી જોઈએ. જેને લઈ સ્થાનિકોએ કલેકટરને શાળા રાબેતા મુજબ ચાલુ રાખવા માગ કરી છે. જો આ માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બીજી તરફ શિક્ષણ વિભાગનું કહેવું છે કે શાળા બંધ કરાઈ નથી. આ જગ્યા ખાનગી ટ્રસ્ટને આપવામાં આવી હતી. પરંતુ કામ ન થતા આ જગ્યા બાળકોને અભ્યાસ કરવા માટે વાપરવા આપવામાં આવી હતી પરંતુ હવે તે ટ્રસ્ટની આ જગ્યા પરત મેળવવા માટે રજૂઆત કરી છે. જેને લઈ આગામી સમયમાં સ્થાનિકો અને ખાનગી ટ્રસ્ટ સુખદ સમાધાન માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
