તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
કાલથી ત્રણ દિ'માં એકાદ બે દિવસ અમુક વિસ્તારમાં માવઠાની શક્યતાઃ ૨૩ થી ૨૫ એપ્રિલ પારો ૪૦ાા થી ૪૩ ડીગ્રી વચ્ચે રહેશે
વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૮ થી ૨૫ એપ્રિલ સુધીની આગાહી : મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને લાગુ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકેઃ ૨૨મી સુધી તાપમાનની રેન્જ ૩૯ થી ૪૧ ડીગ્રી વચ્ચે રહેશેઃ હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૩૯.૫ ડીગ્રી ગણાય : ૨૬મી એ રવિવારે મતદાનના દિવસે પણ તાપમાન ધગધગતું રહેશે

રાજકોટઃ આવતીકાલથી ત્રણ દિવસમાંથી એકાદ બે દિવસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને લાગુ ગુજરાતના ભાગોમાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. તો તા.૨૩ થી ૨૫ એપ્રિલ ગરમીમાં વધારો જોવા મળશે. તાપમાન ૪૦ાા થી ૪૩ ડીગ્રીએ પહોંચી જશે. જ્યારે ૨૨મી એપ્રિલ સુધી તાપમાનની રેન્જ ૩૯ થી ૪૧ ડીગ્રી વચ્ચે રહેશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
તેઓ જણાવે છે કે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન નોર્મલ આસપાસ છે. જોકે, રાજકોટ અને ભુજ ખાતે તાપમાન લગભગ ૧.૫ ડીગ્રી નોર્મલથી વધુ ગઈકાલે નોંધાયું છે. ૧૭ એપ્રિલના મહત્તમ તાપમાનના આંકડા જોઈએ તો રાજકોટ ૪૦.૯ડીગ્રી (૧.૫ડીગ્રી નોર્મલથી વધુ), ડીસાઃ ૩૯.૨ડીગ્રી(નોર્મલ), અમરેલીઃ ૪૦.૩ ડીગ્રી(નોર્મલ), અમદાવાદઃ ૪૦.૯ડીગ્રી (૦.૫ડીગ્રી નોર્મલથી વધુ), વડોદરાઃ ૩૯.૮ડીગ્રી (૦.૫ડીગ્રી નોર્મલથી વધુ), ભુજઃ ૪૦.૪ડીગ્રી (૧.૮ડીગ્રી નોર્મલથી વધુ)
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તા.૧૮ થી ૨૫ એપ્રિલ સુધીની આગાહી કરતાં જણાવે છે કે પવન મુખ્યત્વે પヘમિી દિશાનો રહેશે.
પ્રથમ ૩ દિવસઃ પવનની ગતિઃ ૧૦ થી ૧૫ કિમી/કલાક, સાંજે ઝાટકાના પવનોઃ ૧૫૨૫ કિમી/કલાક બાકીનો સમયગાળો પવનની ગતિઃ ૧૫ થી ૨૦ કિમી/કલાક સાંજે ઝાટકા ના પવનો ૨૫ થી ૩૦ કિમી/કલાક રહેશે.
મોટાભાગના દિવસોમાં આકાશ સ્વચ્છ રહેશે ૧૨ દિવસ કેટલાક વિસ્તારોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
ગુજરાત ના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર તેમજ માધ્ય પ્રદેશ માં માવઠા ની નોંધપાત્ર શક્યતા છે તેથી લાગુ ગુજરાત રાજ્ય ના ભાગો અને તેને લાગુ ભાગો માં તા.૧૯ થી ૨૧ એપ્રિલ દરમિયાન એકાદ બે દિવસ આઇસોલેટેડ વિસ્તાર માં હળવા માવઠા ની શક્યતા છે.
તેઓ જણાવે છે કે હાલનું નોર્મલ મહત્તમ તાપમાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોઃ ૩૯.૫ડીગ્રી, ડીસા અને ભુજઃ ૩૯ડીગ્રી, અમરેલીઃ ૪૦.૩ડીગ્રી ગણાય.
આગાહી મુજબ મહત્તમ તાપમાનઃ ૧૮થી ૨૨ એપ્રિલ દરમ્યાન ૯ડીગ્રી થી ૪૧.૦ડીગ્રી (નોર્મલ અથવા નોર્મલથી થોડું વધુ) જ્યારે ૨૩થી ૨૫ એપ્રિલ દરમ્યાન ૪૦.૫ડીગ્રી થી ૪૩ડીગ્રી વચ્ચે રહેશે. મતલબ કે ગરમીમાં વધારો જોવા મળશે.
હાલ મહત્તમ તાપમાન નોર્મલ આસપાસ, અને આગાહીના પ્રથમ ભાગમાં પણ નોર્મલ આસપાસ રહેવાની શક્યતા છે. બીજા ભાગમાં તાપમાનમાં ૧ડીગ્રી થી ૨ડીગ્રીનો વધારો શક્ય છે. મધ્યમ પヘમિી પવન સાથે સાંજે ઝાટકાના પવનો. ૧-૨ દિવસ માટે થોડું અસ્થિર હવામાન, માવઠાની શક્યતા છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
