<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

બનાસકાંઠાના વાતાવરણમાં પલટો : ધૂળની ડમરીઓ ઉડી :કમોસમી વરસાદના ઝાપટા પડ્યા

દાંતીવાડા અને પાંથાવાડા વિસ્તારમાં વહેલી સવારના ઉકળાટ બાદ વાદળછાયું વાતાવરણ:વરસાદી ઝાપટા પડતા ગરમીમાં ઘટાડો થયો પણ ખેડૂતોમાં ચિંતા વધી

બનાસકાંઠામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અને ધૂળની ડમરીઓ ઉડતા આકાશ ધૂંધળું બની ગયું છે. ખાસ કરીને દાંતીવાડા અને પાંથાવાડા વિસ્તારમાં વહેલી સવારના ઉકળાટ બાદ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને કમોસમી વરસાદી ઝાપટા પણ પડ્યા છે, જેનાથી ગરમીમાં ઘટાડો થયો છે પણ ખેડૂતોમાં ચિંતા વધી છે. 

પાલનપુર, વાવ, થરાદ, દાંતીવાડા અને પાંથાવાડામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ધૂળની ડમરીઓ ઉડી હતી અને વરસાદના ઝાપટા પડયા હતા  પંથકમાં પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી 

  ભર ઉનાળે કમોસમી વરસાદ (માવઠું) ને કારણે રાયડો, જીરું અને બટાકા જેવા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ છે. 

આ અચાનક બદલાયેલા હવામાન ને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતો પાકના નુકસાનને લઈને ચિંતામાં છે

(2:14 PM IST)