<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

અષાઢી બીજથી યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર : હવે 3ને બદલે 2 વાર કારશે આરતી

બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે.

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ થકે તેવી સગવડ માંટે અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમય માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજ થી બે વખત જ કરવામાં આવશે

બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે. સવારે મંદિર 10.45 કલાકે બંધ થતો હતો તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે અને માતાજીની સાતે દિવસની સવારીનાં દર્શન જે માત્ર 10.45 સુધી થતાં હતા તે હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ મળશે. અષાઢીબીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવા માં આવેલ છે એટલુ જ નહી અખાત્રીજથી મંદીર માં માતાજીને જે અન્નકુટ ધરાવવાનુ બંધ કરવામાં આવ્યુ હતુ તે ભક્તો અષાઢીબીજ થી ફરી અન્નકુટ ધરાવી શકશે.

(6:55 PM IST)