તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
બનાસકાંઠાના વાતાવરણમાં પલટો : હડાદ અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે બરફના કરા પણ પડ્યા
આ કમોસમી વરસાદે કાપણીના આરે ઉભેલા પાકને નુકસાન પહોંચાડવાનું શરૂ કરતાં ખેડૂતો આકાશી આફત સામે લાચાર બન્યા

બનાસકાંઠા જિલ્લાના નવરચિત હડાદ તાલુકામાં પણ બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અનેક વિસ્તારમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થઈ ગયો હતો. હડાદ અને તેની આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે બરફના કરા પણ પડ્યા હતા. ગરમીના પ્રકોપ વચ્ચે અચાનક કરા પડતાં બાળકો અને સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. જોકે, આ કમોસમી વરસાદે કાપણીના આરે ઉભેલા પાકને નુકસાન પહોંચાડવાનું શરૂ કરતાં ખેડૂતો આકાશી આફત સામે લાચાર બન્યા છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
