<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

અમદાવાદના ધોળકા અને આસપાસના પંથકમાં વાતાવરણમાં પલટો: ઉકળાટ બાદ તેજ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું

મેઘરાજાના આગમનથી ધોળકાના મુખ્ય રસ્તાઓ પાણીથી ભીંજાઈ ગયા: અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોને મોટી રાહત મળી

અમદાવાદ જિલ્લાના ધોળકા અને તેની આસપાસના પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે બપોર બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને તેજ પવન સાથે વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું. લાંબા સમયની પ્રતીક્ષા બાદ મેઘરાજાના આગમનથી ધોળકાના મુખ્ય રસ્તાઓ પાણીથી ભીંજાઈ ગયા હતા, જેને પગલે સમગ્ર પંથકમાં ક્ષણભરમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોને મોટી રાહત મળી છે. બીજી તરફ ચોમાસાની આ શરૂઆતથી જગતના તાત એવા સ્થાનિક ખેડૂતોમાં પણ આગામી પાક માટે સારા લાભની આશા સાથે ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

(12:06 AM IST)