News of Monday, 22nd June 2026
નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો: ભારે પવન સાથે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હ

નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મેઘરાજાએ પધરામણી કરતાં વરસાદી માહોલ જામ્યો હતો. વાદળછાયા વાતાવરણ બાદ ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે ખેડૂતો હજુ પણ વાવણી લાયક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેથી ખેતીની કામગીરીને વેગ મળી શકે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
