તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
પીએમના કાફલાના રૂટ પર બેદરકારી દાખવવા બદલ ડભોઈ પાલિકાના લાઈટ શાખાના ઇન્ચાર્જ સસ્પેન્ડ
નાદોદી ભાગોળથી સિનોર ચોકડી સુધી 12 લાઈટના થાંભલા બંધ હતા. લાઈટના થાંભલા બંધ હોવાની બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ

વડોદરાના ડભોઈમાં પીએમના કાફલાના રૂટ પર બેદરકારી દાખવવા બદલ અધિકારી સસ્પેન્ડ. ડભોઈ પાલિકાના લાઈટ શાખાના ઇન્ચાર્જ મહેશ વસાવા સસ્પેન્ડ થયા છે. નાદોદી ભાગોળથી સિનોર ચોકડી સુધી 12 લાઈટના થાંભલા બંધ હતા. લાઈટના થાંભલા બંધ હોવાની બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ છે. ડભોઈ પાલિકાના ચીફ ઓફિસરે મહેશ વસાવાને સસ્પેન્ડ કર્યા છે SOUથી પીએમ, સીએમ અને ડેપ્યુટી સીએમનો કાફલો બાય રોડ પસાર થયો હતો. ફરજમાં બેદરકારી બદલ ચીફ ઓફિસરે સસ્પેન્શનનો આદેશ કર્યો છે .
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
