તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
ચેટ બોટ સિનિયર સિટીઝન, મહિલાઓ માટે આશીર્વાદરૂપ બનશેઃ અજય ચૌધરી
સરકારી યોજનાની વિગતો ઉપલબ્ધ કરાવશે, ફ્રોડ સમયે AI સોફ્ટવેર પરેશાની વગર મદદરૂપ થશે DGP ડો. કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ યોજના સફળ થયે આખા ગુજરાતમાં લાગુ કરાશેઃ CIDના ADGP અજય ચૌધરીએ અકિલાને ઉપયોગી માહિતી આપી

રાજકોટ, તા.૪: રાજ્યના મુખ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ શરૂ થનાર આ AI ઓટોમેશન આધારિત ચેટ બોટ સિનિયર સિટિઝન અને મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રોજેક્ટની વિશેષતા વર્ણવતા CID ક્રાઇમના અધિક પોલીસ મહાનિર્દેશક અજય ચૌધરીએ ‘અકિલા' સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર CID ક્રાઇમ વુમન સેલ દ્વારા તૈયાર કરાયેલી આ ચેટ બોટ સિસ્ટમમાં AI મલ્ટિ એજન્ટ કામ કરશે, જેનાથી ફરિયાદ કે અરજીની તપાસ કોણ કરી રહ્યું છે તેની માહિતી ઘરે બેઠા મળી રહેશે.
અજય ચૌધરીએ જણાવ્યું કે, વળદ્ધો અને મહિલાઓ પોતાની સમસ્યા હેલ્પલાઇન નંબર પર જણાવી શકશે. હાલમાં ૧૦૮ પર આવતા કોલ બ્લુ પ્રિન્ટ પર નોંધાય છે, પરંતુ નવી સિસ્ટમમાં સેન્ટીમેન્ટ એનાલિસિસનો પણ ઉપયોગ થશે જેથી અવાજ અને શબ્દોથી વ્યક્તિ કેટલી હેરાન છે તે જાણી શકાશે. જો કોઈ વળદ્ધ કે મહિલા સાથે સાઇબર ફ્રોડની ઘટના બને તો ચેટ બોટ તાત્કાલિક માહિતી આપશે કે ફરિયાદ કયાં નોંધાવવી, પૈસા કેવી રીતે રિકવર કરવા અને કયા અધિકારી કેસ હેન્ડલ કરી રહ્યા છે.
ડેટા પ્રાઈવસી પ્રથમ પ્રાથમિકતા રહેશે એમ જણાવતા ADGP ચૌધરીએ ઉમેર્યું કે, ૨૦૪૭ સુધીમાં દરેક વિભાગને ટેકનોલોજી સાથે જોડવાના મિશન હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સિનિયર સિટિઝન અને મહિલાઓનો ડેટા સૌથી સુરક્ષિત રાખવામાં આવશે. ત્યારબાદ આ સિસ્ટમ સમગ્ર રાજ્યમાં લાગુ કરાશે. હાલ AI ઓટોમેશન પર કામ કરનારી એક કંપનીને હાયર કરાઈ છે અને ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, આ ચેટ બોટ થકી કોઈ સરકારી યોજના વિષે વળદ્ધોને જાણવું હોય કે એ યોજનામાં જોડાવવા માટે કયા અધિકારીને મળવું, તેની માહિતી પણ મળી રહેશે. જેથી હવે કોઈને સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
