News of Friday, 10th July 2026
અમદાવાદમાં પૂ.સાગરજી મ.સા. સામુદાયના પૂ.ગુરૂભગવંતોના એક સાથે ૧૪ શ્રી સંઘોમાં ચાતુર્માસ
શ્રી નવકાર સમર્પણ ચાતુર્માસઃ ૧૪૦ શ્રમણ-શ્રમણીઓની પાવન નિશ્રા

રાજકોટઃ રાજનગર અમદાવાદના આંગણે આ વર્ષે ચાતુર્માસની આરાધના માટે પૂ. આગમોદ્વારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાવર્તી ૭૦ જેટલા શ્રમણ પૂજયો તથા ૭૦ જેટલા શ્રમર્ણી પૂજયો ૧૪ જેટલા શ્રીસંઘોમાં પધારશે. સાધુ વિના જિનવાણીનું શ્રવણ પ્રાપ્ત થતું નથી.
ચાતુર્માસ એટલે જિનવાણી-શ્રવણનો સ્વાર્ણકાળ ચાર મહીના સુધી શ્રાવક-શ્રાવિકા તથા સંઘને જિનવાણી શ્રવણનો અમૂલ્ય લાભ મળે છે. આખા વરસમાં સાધુ ભગવંતો ચાર્તુમાસના ચાર મહીના સ્થિરતાપૂર્વક એક જ સંઘને અનેક લાભ આપે છે. આ વર્ષે ‘સાગર-સમુદાય' તરીકે પ્રસિધ્ધ તપાગચ્છીય-સમુદાયના ગચ્છાધિપતિ વચન સિધ્ધ પૂ. આદેવશ્રી નરદેવસાગરસૂરીશ્વરજી મ.સા. ૧૪૦ જેટલા વિશાળ શ્રમણ શ્રમણી ભગવંતો સાથે અમદાવાદ પધારી રહયા છે. જેમાં પૂ. બંધુબેલડી આ. શ્રી જિન-હેમચંદ્રસાગર સૂરિજી મ.સા. પૂ. આ શ્રી દેવચંદ્રસાગરસૂરિજી સા., પૂ. આ. શ્રી પૂર્ણચન્દ્ર સાગરસૂરિજી મ.સા. પૂ. આ શ્રી અક્ષયચન્દ્રસૂરિજી મ.સા. શ્રી મતિચન્દ્રસાગરસૂરિજી મ.સા. પૂ. આ. શ્રી દિવ્યચન્દ્રસાગરસૂરીજી મ.સા., શ્રી પ્રસન્નચંદ્ર સાગરસૂરિજી મ.સા., પૂ. આ શ્રી નિર્મળચન્દ્ર સાગરસૂરિજી મ.સા., પૂ. આ. શ્રી પદમચંદ્ર સુરિજી મ.સા., પૂ.આ. શ્રી આગમચંદ્ર સાગરસૂરિજી મ.સા., પૂ. આ.શ્રી આનંદચન્દ્રસૂરિજી મ.સા., શ્રી આ. પૂ.આ.શ્રી સમ્યકચંદ્ર સાગરસૂરિજી મ.સા. પૂ. આ.શ્રી તારકચંદ્રસાગરસૂરિજી મ.સા. આદી ૧૪ સંઘોમાં ચાતુર્માસ કરશે.
પૂ. સાગર સમુદાયના આટલા શ્રમણ-શ્રમણીઓના સર્વ પ્રથમવાર ચાતુર્માસ થઇ રહયા છે. આ ચાતુર્માસ ‘નવકાર-સમર્પણ-ચાતુર્માસ' રૂપે થવાનુઁ છે. શ્રી નવકાર મહામંત્રના વિવિધ આયોજનો થશે. તા. ૧૩ ના રોજ ઉસ્માન પુરા જૈન સંઘ ઉપાશ્રયથી નગર પ્રવેશ યાત્રા યોજાશે. જયારે તા. ૧૭ થી ર૬ દરમીયાન ચાતુર્માસ પ્રવેશ યોજાશે.(
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
