તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ઈંધણ બચતની નરેન્દ્રભાઈની અપીલને અનુસરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાદગીનું ઉદાહરણ પૂરું પાડ્યું : જુઓ વિડિયો
રાજુલા ખાતે ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’ના લોકાર્પણ પ્રસંગે માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા : VVIP કલ્ચર છોડી સુરક્ષા કાફલામાં મોટો ઘટાડો કર્યો

અમરેલી-રાજુલા તા.૧૩ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈંધણ બચતની અપીલને ઝીલી લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમરેલીના રાજુલા ખાતે "મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર"ના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ માત્ર 5 ગાડીઓના કાફલા સાથે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સુરક્ષા કાફલામાં મોટો ઘટાડો કરી ઈંધણ બચાવવાના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. VVIP કલ્ચર છોડીને સામાન્ય નાગરિકની જેમ ઓછા વાહનો સાથે પ્રવાસ ખેડી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે
વહીવટી તંત્ર અને જનતાને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીની આ પહેલથી કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં ભારે આદરની લાગણી જોવા મળી હતી. લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાદગી અને ઈંધણ બચત પ્રત્યેની કટિબદ્ધતાને બિરદાવી હતી.
નોંધનીય છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ
દેશવાસીઓને અનાવશ્યક મુસાફરી ટાળવા અને ઈંધણ બચાવવા અપીલ કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે
પોતે આ અપીલનું પાલન કરી અન્ય માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.(-માહીતી ખાતુ-અમરેલી)
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
