તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 22nd October 2026
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જન્મદિને સોલા સિવિલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિવિધ સેવા કાર્યોમાં સહભાગી બન્યા
મુખ્યમંત્રીએ સોલા સિવિલના દર્દીઓના ખબર-અંતર પૂછીને ફળ વિતરણ કર્યું: કુસુમબા 'અન્નક્ષેત્ર' ખાતે દર્દીઓના સગાઓ માટે કાર્યરત નિઃશુલ્ક ભોજન વિતરણમાં જોડાયા મુખ્યમંત્રી

અમદાવાદ :દેશના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહના જન્મદિન નિમિત્તે અમદાવાદ ખાતે વિવિધ જનસેવા અને માનવસેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલ ખાતે માનવસેવાના વિવિધ કાર્યક્રમોમાં સક્રિય સહભાગી થયા હતા. અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
'રાષ્ટ્રસેવા એ જ સંકલ્પ, ભારતની પ્રગતિ એ જ લક્ષ્ય'ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમના ખબર-અંતર પૂછીને ફળોનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ દર્દીઓ ઝડપથી સાજા થાય અને તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવી પ્રાર્થના સાથે તેમને શુભકામનાઓ પાઠવી હતી.
ત્યારબાદ, મુખ્યમંત્રી સોલા સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલા કુસુમબા 'અન્નક્ષેત્ર' (નિઃશુલ્ક આહાર કેન્દ્ર) ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા-સંબંધીઓ તથા જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક લોકપ્રતિનિધિઓ, હોસ્પિટલના તબીબો, વહીવટી અધિકારીઓ તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
