<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધારાસભ્ય સેજલબેન પંડ્યાની પુત્રીના લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત :નવદંપતિને આશીર્વાદ આપ્યા

આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે ભાવનગર પૂર્વ મત વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યાની પુત્રીના લગ્ન પ્રસંગે હાજરી આપી સામાજિક સૌહાર્દના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવો પણ તેમની સાથે જોડાયા હતા.

ધારાસભ્ય સેજલબેન પંડ્યાની દીકરીના લગ્ન પ્રસંગનું આયોજન ભાવનગરના અવાણિયા વિસ્તારમાં આવેલા એક જાણીતા રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે ભાવનગર પહોંચી નવદંપતીને મંગલમય જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા અને પંડ્યા પરિવારને અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ  પટેલ સહિતના અન્ય મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યના આ સામાજિક પ્રસંગમાં મુખ્યમંત્રીની હાજરીથી સ્થાનિક કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લગ્ન પ્રસંગે પ્રોટોકોલ મુજબ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

(11:46 PM IST)