News of Saturday, 12th September 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર મહાનગર પાલિકાને એક જ દિવસમાં એક સાથે ૧૮૪૮ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ આપી
નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગૌરવ શાળી સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અનેક મહત્વની જાહેરાતો કરી

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર મહાનગર પાલિકા ને એક જ દિવસમાં એક સાથે ૧૮૪૮ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગૌરવ શાળી સમારોહમાં આપી હતી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ અવસરે વિશાળ જન મેદનીને સંબોધતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીની પ્રેરણાથી ગાંધીનગર અનેક વર્લ્ડક્લાસ ઈવેન્ટનું પણ યજમાન બનતું રહે છે.
એટલું જ નહિ વડા પ્રધાનના દિશા દર્શનમાં તૈયાર થયેલું ગિફ્ટ સિટી પણ વર્લ્ડ ક્લાસ ફીન ટેક હબ બન્યું છે
આ સંદર્ભમાં તેમણે વાયબ્રન્ટ સમિટ જેવી ગ્લોબલ ઈવેન્ટમાં આવતા વિશ્વના દેશોના લોકો સમક્ષ ગાંધીનગરની વિશેષ ઓળખ ઉભી થાય તેવા આઈકોનિક કામોને પણ પ્રાયોરિટી આપતા કેટલાક કુલ ૪૮.૨૬ કરોડ રૂપિયા ના નવા કામો ની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીએ કરેલી મહત્વની જાહેરાત આ મુજબ છે
ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર વધતા ટ્રાફિક ભારણને પહોંચી વળવા ભાટ કોટેશ્વર ક્રોસિંગ પર અંડરપાસ માટે રૂ. 20.76 કરોડ
રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી-શાહપુર જતા સાબરમતી નદી પરના બ્રિજના મજબૂતી કરણ માટે 12.80 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.
ગિફ્ટ સિટીથી પી.ડી.પી.યુ. તરફના જંકશન અને રોડ ડેવલપમેન્ટ માટે 7.70 કરોડ રૂપિયા
રક્ષાશક્તિ સર્કલથી ગિફ્ટ સિટી સર્કલ સુધી રોડ સેફ્ટિ અને પેવરના કામો માટે 7 કરોડ રૂપિયા ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
