<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સાળંગપુરમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજીક આગેવાનો સાથે બેઠક યોજી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં થઈ રહેલ જનહિતકારી વિકાસકાર્યો અને સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અંગે સંવાદ કર્યો

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં થઈ રહેલ જનહિતકારી વિકાસકાર્યો અને સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અંગે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદીજીની વિકાસની રાજનીતિએ ભારતમાં રાજકારણનો એક નવો યુગ શરૂ કર્યો છે જેના પાયામાં વિકાસની વિભાવના રહેલી છે. તેઓએ સૌ આગેવાનોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવવાનું આહવાન કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા, રાજ્ય સરકારના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, જિલ્લા ભાજપા અધ્યક્ષ મયુરભાઈ પટેલ સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

(7:00 PM IST)