તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી શ્રીમતિ દર્શનાબેન વાઘેલા રહ્યા ઉપસ્થિત

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતી નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીએ અમદાવાદના કાંકરિયા ખાતે અનુપમ બ્રિજના છેડે સ્થાપિત પંડિત દીનદયાળ ઉપાધ્યજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. આ તકે તેમની સાથે ઉપસ્થિત સૌ મહાનુભવોએ પણ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી નમન કર્યા હતા.
આ પ્રસંગે શહેરના મેયર હિતેશભાઈ બારોટ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ દિનેશભાઈ મકવાણા, શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, શહેરના ધારાસભ્યો અમૂલભાઈ ભટ્ટ, અમિતભાઈ શાહ, અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રીમતિ અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, તથા સ્થાનિક કોર્પોરેટઓ, મ્યુનિ.ના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
