<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રવાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશનર સુશ્રી જેકલીન મુકાંગીરા સાથે મુલાકાત

રવાન્ડા અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક અને પીપલ-ટુ-પીપલ કનેકટ વધુ સ્ટ્રોંગ છેઃ રવાન્ડાના સુશ્રી જેકલીન મુકાંગિરા

ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા રવાન્ડા દેશના ભારત સ્થિત હાઈ કમિશનર સુશ્રી જેકલીન મુકાંગિરા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. 
ભારત, ગુજરાત અને રવાન્ડાના દ્વિપક્ષીય આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન રવાન્ડાના ભારત સ્થિત હાઈ કમીશનર મહામહિમ સુશ્રી જેકલીન મુકાંગિરાએ વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)ની સફળતા બદલ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, રવાન્ડા ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે. આ દ્વિપક્ષીય સંબંધોના કારણે ગુજરાત અને રવાન્ડા વચ્ચે સક્રિય વેપાર સંબંધો પણ વિકસ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, રવાન્ડા ભારતમાંથી ટેક્સટાઇલ, મસાલા અને ખાંડ જેવા ઉત્પાદનો આયાત કરે છે. રવાન્ડામાં કાર્યરત ભારતીય ઉદ્યોગોમાં મોટાભાગના વ્યવસાયો ગુજરાતીઓ દ્વારા સંચાલિત હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે બંને પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક અને પીપલ-ટુ-પીપલ કનેકટ પણ વધુ સ્ટ્રોંગ થયો છે.
મુખ્યમંત્રીએ ગુજરાતનું પ્રતિનિધિમંડળ રવાન્ડાની મુલાકાત લઈને બંને પ્રદેશોના પરસ્પર સહકારને વધુ વિસ્તૃત કરવાના નવી તકો અંગે વિચારણા કરે. 
VGRCમાં રવાન્ડા પણ પાર્ટનર કન્ટ્રી છે તે માટે આભાર વ્યક્ત કર્યો અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું હતું. 
આ મુલાકત વેળાએ મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, ઉર્જા વિભાગના અગ્ર સચિવ, મુખ્યમંત્રીના સચિવ ડૉ. અજય કુમાર તેમજ રવાન્ડાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.  

(8:33 PM IST)