<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ પેટ્રિક ડફી સાથે ફળદાયી બેઠક યોજી

આયર્લેન્ડના ઉદ્યોગ રોકાણકારોને ગુજરાતની વિશાળ રોકાણ અને વેપારની તકોનો લાભ લેવા આમંત્રણ :આયર્લેન્ડ કોન્સુલ જનરલ પેટ્રિક ડફીએ આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવાની ઉત્સુક્તા દર્શાવી :સ્કીલ ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવા પરસ્પર ચર્ચા-વિમર્શ

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આયર્લેન્ડના મુંબઈ સ્થિત કોન્સુલ જનરલ પેટ્રિક ડફીએ વડોદરામાં યોજાઈ રહેલી મધ્ય ગુજરાત પ્રદેશની VGRC દરમિયાન ફળદાયી બેઠક યોજાઈ હતી.
ગુજરાત–આયર્લેન્ડ વચ્ચેની આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે આ બેઠકમાં ચર્ચા-વિમર્શ થયા હતા. મુખ્યમંત્રીએ આગામી ભારત–યુરોપિયન યુનિયન (India–EU) મુક્ત વેપાર કરાર (FTA)થી નવી તકોના જે દ્વાર ખુલ્યા છે તે સંદર્ભમાં આયર્લેન્ડના ઉદ્યોગો અને રોકાણકારોને ગુજરાતમાં ઉપલબ્ધ વિશાળ રોકાણ અને વેપારની તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.
ખાસ કરીને સ્કીલ ડેવલપમેન્ટ, ટેક્નોલોજી અને સ્પોર્ટ્સ સેક્ટરમાં સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે પણ મુખ્યમંત્રીશ્રી અને કોન્સુલ જનરલએ ચર્ચાઓ કરી હતી.
આયર્લેન્ડના કોન્સુલ જનરલને આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027માં સહભાગી થવાની ઉત્સુક્તા દર્શાવી હતી અને પરસ્પર સહભાગીતાના ક્ષેત્રો માટે કન્ટ્રી સેમિનાર યોજવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ VGGIS-2027માં આવનારા આયર્લેન્ડ ડેલિગેશનની પતંગોત્સવ, SOU અને અન્ય ઉદ્યોગોની સાઈટ વિઝિટની મૂલાકાત કરાવવા સૂચન કર્યુ હતું.
આ બેઠકમાં મુખ્ય સચિવ મનોજ દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ ડો. વિક્રાંત પાંડે, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારતી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

(6:14 PM IST)