News of Friday, 1st May 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સેશેલ્સના ભારત સ્થિતમાં હાઈ કમિશનર શ્રીમતિ હરિસોઆ લલાટિયાના અકુચે સાથે મુલાકાત
રિન્યૂએબલ એનર્જી અને ટુરિઝમ જેવા સેક્ટર્સમાં પરસ્પર રોકાણથી ગુજરાત અને સેશેલ્સ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની જરૂરિયાત છેઃ સેશેલ્સના હાઈ કમિશનર હરિસોઆ લલાટિયાના અકુચે

ગાંધીનગર :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા સેશેલ્સ દેશના ભારત સ્થિત હાઈ કમિશનર હરિસોઆ લલાટિયાના અકુચે સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન સેશેલ્સના હાઈ કમિશનર શ્રીમતી લલાટિયાના અકુચે ભારત અને સેશેલ્સ વચ્ચેના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રિન્યૂએબલ એનર્જી અને ટુરિઝમ જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણ દ્વારા ગુજરાત અને સેશેલ્સ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ VGRCમાં ભાગ લેવા માટે સેશેલ્સનો આભાર વ્યક્ત કર્યો અને આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં સહભાગી થવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
આ મુલાકત વેળાએ મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર તેમજ રવાન્ડાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
