News of Thursday, 23rd July 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને દક્ષિણ ગુજરાતમાં ઉભી થયેલ વરસાદી સ્થિતિની તલસ્પર્શી વિગતો મેળવીને સમીક્ષા કરી
વલસાડ જિલ્લાની સ્થિતિ અંગે મંત્રી નરેશ પટેલ અને કલેકટર સાથે મોબાઈલથી વાત કરીને બચાવ રાહતની વિગતો મેળવી : એન ડી આર એફ ની વધારાની ટીમ મોકલવા પણ ખાતરી આપી

અમદાવાદ તા.૨૩ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં ઉભી થયેલ સ્થિતિની તલ સ્પર્શી વિગતો મેળવી સમીક્ષા કરી હતી.
તેમણે વલસાડ જિલ્લા ની સ્થિતિ અંગે મંત્રી નરેશ પટેલ અને કલેકટર સાથે મોબાઈલ થી વાત કરી બચાવ રાહત ની વિગતો મેળવી જરૂર પડે એન ડી આર એફ ની વધારા ની ટીમ મોકલવા પણ ખાતરી આપી હતી.
સુરત અને નવસારી કલેકટર સાથે પણ વાત કરી ને નીચાણ વાળા વિસ્તારો અને પાણી ભરાયેલા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના કરી છે.
મુખ્ય સચિવ એમ કે દાસ અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
