તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 23rd June 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ના કાલે બીજા દિવસે આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાના મોટી ખરજ ગામની શાળામાં બાળકોનું નામાંકન કરાવશે
મોટી ખરજમાં પ્રગતિનો પ્રવેશોત્સવ અન્વયે બાલવાટિકામાં ૬૭ સહિત કુલ ૩૧૮ બાળકોનો શાળા પ્રવેશ થશે : આદિજાતિ દાહોદ જિલ્લાના નવ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૭૭૮૨૧ દિકરીઓ સાથે સમગ્રતયા ૧.૫૭ લાખ પ્રવેશપાત્ર બાળકોનું શાળા નામાંકન કરાશે

અમદાવાદ તા.૨૩ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવની ૨૪મી કડીના બીજા દિવસે કાલે બુધવારે તા. ૨૪મી જૂને દાહોદ જિલ્લાના આદિજાતિ વિસ્તાર મોટી ખરજ ગામે બાળકોનું શાળા નામાંકન કરાવવામાં સહભાગી થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ૨૦૦૩થી શરૂ થયેલા શાળાપ્રવેશોત્સવ અન્વયે આ વર્ષે ૨૦૨૬નો શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો પ્રવેશોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી આ પ્રવેશોત્સવ અંતર્ગત મોટી ખરજમાં ૬૭ બાળકોના આંગણવાડી પ્રવેશ સહિત કુલ ૩૧૮ બાળકોનો શાળા પ્રવેશ કરાવવાના છે.
રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની આ ૨૪મી કડીમાં સમગ્ર રાજ્યમાં 28 લાખ 58 હજાર જેટલા પ્રવેશપાત્ર બાળકો-વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવાનો છે. તદઅનુસાર, આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાના ૯ તાલુકાઓમાં ૭૭૮૨૧ કન્યાઓ સાથે કુલ ૧ લાખ ૫૭ હજાર ૯૪૮ વિદ્યાર્થીઓને આ ત્રિદિવસીય અભિયાનમાં શાળા પ્રવેશ કરાવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બુધવારે, તા.24 જૂનના રોજ સવારે ૧૦ વાગ્યે મોટી ખરજની પ્રાથમિક શાળામાં પહોંચીને પ્રવેશપાત્ર બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાના જન ઉત્સવમાં જોડાશે.

(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
