<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

સાણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરથી વારાણસી સુધીની બાઈક સેવા યાત્રાનું સ્વાગત કર્યું

યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 ગામડાંમાંથી પસાર થશે. યાત્રા દરમિયાન આશરે 40 હજાર કિલોમીટરનું અંતર કાપવામાં આવશે.

સાણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરથી વારાણસી સુધીની બાઈક સેવા યાત્રાનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ પોતે બાઈક ચલાવી યાત્રામાં પ્રતીકાત્મક રીતે જોડાઈ ભાગ લીધો હતો. ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાઈ રહેલી આ યાત્રા દેશના 10 રાજ્યોના 193 જિલ્લાઓ અને 1,159 ગામડાંમાંથી પસાર થશે. યાત્રા દરમિયાન આશરે 40 હજાર કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. વડનગરથી વારાણસી અને વારાણસીથી વડનગર એમ બે યાત્રાનું આયોજન કરાયું છે. 10 અલગ-અલગ રૂટ પર યોજાનારી યાત્રામાં 500 બાઈક પર 1,000 જેટલા સેવા યાત્રીઓ જોડાયા છે. યાત્રા દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા, નશામુક્ત ભારત, ટીબી મુક્ત ભારત અને જળસંરક્ષણ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.

(7:34 PM IST)