<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ફરી સાદગી :નારીશક્તિ વંદન સંમેલનમાં સ્ટેજ પર બેસવાને બદલે પ્રેક્ષકની ખુરશીમાં બેઠા

તેમણે મહિલાલક્ષી કાર્યક્રમમાં સ્ટેજ પર ગાંધીનગરના મેયર સહિત મહિલાઓને સ્થાન આપ્યું

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાદગીનો ફરી એકવાર અનોખો પરિચય જોવા મળ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલ નારીશક્તિ વંદન સંમેલનમાં સ્ટેજ પર બેસવાને બદલે પ્રેક્ષકની ખુરશીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠા હતા. એટલું જ નહીં પણ તેમણે મહિલાલક્ષી કાર્યક્રમમાં સ્ટેજ પર મહિલાઓને સ્થાન આપ્યું હતું. ગાંધીનગરના મેયર સહિત મહિલાઓને સ્થાન આપ્યું હતું. પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની ભાગીદારી પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હળવી શૈલીમાં રમૂજ પણ કરી હતી.

 

(11:16 PM IST)