તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ગાંધીનગરના રૂપાલ ખાતે સુપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના દર્શને પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : આસો નવરાત્રીની પલ્લી યાત્રા પૂર્વે કર્યુ પૂજન-અર્ચન : જુઓ વિડિયો
નવમા નોરતે રૂપાલના પવિત્ર તીર્થસ્થાનની મુલાકાત લઈ સમસ્ત રાજ્યવાસીઓની સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી : પલ્લી દર્શનાર્થીઓ સાથે સંવાદ કરી ઝીલ્યુ અભિવાદન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : આસો નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે આવેલા સુપ્રસિદ્ધ અને આસ્થાના કેન્દ્ર સમાન શ્રી વરદાયિની માતાજીના મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવમા નોરતે સાંજના સુમારે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત રીતે યોજાતી ભવ્ય પલ્લી યાત્રાના પાવન અવસર પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ માતાજીના ચરણોમાં શીશ જુકાવીને ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન-અર્ચન કર્યું હતું તથા રાજ્યના નાગરિકોના આરોગ્ય, સુખાકારી અને ઉત્તરોત્તર સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
પ્રતિવર્ષ આસો નવરાત્રીમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાતી રૂપાલની આ ઐતિહાસિક પલ્લી યાત્રા પૂર્વે મુખ્યમંત્રીશ્રીના આગમનને લઈને મંદિર પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર રવીન્દ્ર ખટાલે તેમજ મંદિર ટ્રસ્ટના અગ્રણી ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શન વિધિ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રીશ્રીએ પલ્લી અને માતાજીના અલૌકિક દર્શન માટે દૂરદૂરથી પધારેલા શ્રદ્ધાળુઓ સાથે હૂંફભરી વાતચીત કરી હતી અને જનમેદનીનું અભિવાદન સ્વીકાર્યું હતું.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
