<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th August 2026

પરિવારથી વિખુટા પડી એકતાનગર ખાતે ચાલતા “મૂક” બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા ખાતે આશ્રય આપી, પરિવાર સાથે મિલન કરાવ્યુ

એકતાનગર વિસ્તારમાં એક ૧૧ વર્ષનો “મૂક” કિશોર બિનવારસી ચાલી રહ્યો હતો જેને પ્રવાસીઓ દ્વારા ૧૧૨ જનરક્ષક પોલીસ વેનને સોંપ્યો હતો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :એકતાનગર વિસ્તારમાં એક ૧૧ વર્ષનો “મૂક” કિશોર બિનવારસી ચાલી રહ્યો હતો જેને પ્રવાસીઓ દ્વારા ૧૧૨ જનરક્ષક પોલીસ વેનને સોંપ્યો હતો, જેઓ દ્વારા નજીકના સ્થળોએ બાળકનાં વાલી વારસની તપાસ કરેલ પરંતુ વાલી વારસ મળી ન આવતા અંતે ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદાનો સંપર્ક કરી બાળકને તા. ૨૯/૦૮/૨૦૨૯ નાં રોજ વહેલી સવારે ચેરમેન બાળ કલ્યાણ સમિતિ નર્મદાનાં આદેશથી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા ખાતે કાળજી અને રક્ષણ માટે આશ્રય આપવામાં આવ્યો હતો.

આ બાળક બોલી શકતો ન હતો પરંતુ પોલીસ દ્વારા સોસીયલ મીડિયાનો ઉપયોગ કરી બાળકની શોધખોળ કરેલ હતી જેમાં બાળક વડોદરા જિલ્લાનાં ડભોઇનો વતની હોવાનું જાણવા મળેલ હોય અંતે વાલીનો સંપર્ક થતા બાળકનો પરિવાર બાળકને લેવા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા ખાતે આવ્યો હતો.
બાળ કલ્યાણ સમિતિ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળાના માનદ મંત્રી અને અધિક્ષક તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નર્મદા અને ચાઈલ્ડ હેલ્પલાઈ ૧૦૯૮, એકતાનગર પોલીસ સ્ટેશન સંકલન અને પ્રયાસોથી ચેરમેન અને સભ્યો,  બાળ કલ્યાણ સમિતિ નર્મદાના આદેશ અને તેમની રૂબરૂમાં તા. ૨૯/૦૮/૨૦૨૬ નાં રોજ બાળકને તેના વાલીવારસ પરિવારને સુપ્રત કર્યું હતું

(9:15 PM IST)