<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

શેરબજાર અને ઈન્વેસ્ટમેન્ટના નામે માસુમ નાગરિકો પાસેથી લાખો-કરોડો રૂપિયા સેરવી લેતી ચીન અને અમેરિકાથી ઓપરેટ થતી કાળમુખી ઈન્ટરનેશનલ સાઈબર ગેંગનો કાનૂનની ટીમે પર્દાફાશ કરીને દિલધડક દરોડા દરમિયાન પૂરા ૩૫૯ બોગસ સિમકાર્ડ સાથે ૪ શાતિર માફિયાઓને દબોચી લેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી

ચાઈનીઝ અને અમેરિકન હેકર્સના ઈશારે ભારતમાં જાલ બિછાવતી ગેંગની સિન્ડિકેટ પર ત્રાટકી પોલીસ: ૩૫૯ સિમકાર્ડ અને ચાઈનીઝ કનેક્શનના સ્ફોટક પર્દાફાશથી સાઈબર માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા

વડોદરા: ઈન્ટરનેશનલ સાઈબર ક્રાઈમ અને ડિજિટલ લૂંટના નેટવર્ક પરથી પડદો ઊંચકતા કાળજું ચીરી નાખે તેવા અને રૂવાડાં ઊભા કરી દે તેવા અત્યંત ચોંકાવનારા, ખૌફનાક અને સનસનાટીભર્યા અહેવાલો સામે આવ્યા છે! ભારતભરમાં લોકોને ઊંચા વળતર અને ઈન્વેસ્ટમેન્ટની લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરતી એક વિશાળ નેક્સસ પર સાઈબર ટીમે પ્રચંડ પ્રહાર કર્યો છે.

ઓનલાઇન ઠગો દ્વારા વોટ્સએપ કે સોશ્યલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટરનો સંપર્ક કરીને તેમને લોભામણી સ્કીમોમાં ફસાવવામાં આવતા હોય છે.આ માટે રોકાણકારોને વોટ્સએપ ગુ્રપમાં જોઇન કરવામાં આવે છે અને ત્યારબાદ વીઆઇપી ગુ્રપમાં જોઇન કરી ઓનલાઇન એકાઉન્ટ ખોલીને આઇપીઓ,સ્ટોક ખરીદવાની ટિપ જેવી તરકીબો અજમાવીને લાખોની રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવતી હોય છે. ઓનલાઇન એકાઉન્ટમાં મોટી રકમનો પ્રોફિટ દેખાતો હોય છે પરંતુ ઠગો દ્વારા આ રકમ માટે જુદાજુદા ચાર્જના નામે રકમ પડાવવામાં આવતી હોય છે.
વડોદરાના એક સિનિયર સિટિઝને રૃ.૧.૫૧ કરોડ ગુમાવતાં સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે પીઆઇ એમ આર ચાવડાના નેજા હેઠળ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ કરાવ્યું હતું.જે દરમિયાન પોલીસને ઠગાઇ માટે વડોદરામાંથી એક્ટિવેટ થયેલા સિમકાર્ડની વિગતો મળતાં ડીટેલ મેળવીને સિમકાર્ડ એક્ટિવેટ કરનારા વડોદરાના સુબોધ શર્મા,કરણ ભાષાણી ઉપરાંત દાહોદના આર્યન કુમાર અને મહારાષ્ટ્રના સર્વેશ પાટીલને દબોચી લીધા હતા.પોલીસની તપાસમાં આરોપીઓ દ્વારા એક્ટિવેટ કરાવેલા સિમકાર્ડનો ઉપયોગ ચીન,યુએસ અને મલેશિયા ખાતેથી કરવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે.

(5:40 PM IST)