<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો ત્રાહિમામ :રાહત મેળવવા માટે નગરજનો વોટર પાર્ક તરફ વળ્યા

ગરમીથી રક્ષણ મેળવવા અને ઠંડકનો અહેસાસ કરવા માટે પરિવારો અને મિત્રો સાથે લોકો પાણીમાં મોજ મસ્તી કરી ગરમીને મ્હાતઆપે છે

અમદાવાદ શહેરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા આખું શહેર અસહ્ય ગરમીમાં શેકાઈ રહ્યું છે. આ કાળઝાળ ગરમી અને ઉકળાટ થી રાહત મેળવવા માટે નગરજનો મોટી સંખ્યામાં વોટર પાર્ક તરફ વળ્યા છે. ખાસ કરીને વેકેશનના સમયમાં મણિનગર સ્થિત જલધારા વોટર પાર્કમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. ગરમીથી રક્ષણ મેળવવા અને ઠંડકનો અહેસાસ કરવા માટે પરિવારો અને મિત્રો સાથે લોકો પાણીમાં મોજ મસ્તી કરી ગરમીને મ્હાત આપી રહ્યા છે

(8:12 PM IST)