તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
અમદાવાદના આંબલી-બોપલ વિસ્તારમાં બનશે શહેરનું પ્રથમ 'રેઇન ગાર્ડન' : વરસાદી પાણીના સંગ્રહ માટે અનોખો પ્રયાસ
' ખંભાતી કૂવો 'વ્યવસ્થા દ્વારા આજુબાજુના વિસ્તારનું વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં આવશે, જેનાથી 1 કરોડથી વધુ લીટર પાણીનો જમીનમાં સંગ્રહ થઈ શકશે

અમદાવાદના આંબલી-બોપલ વિસ્તારમાં આવેલ AMCના પ્લોટમાં શહેરનું પ્રથમ 'રેઇન ગાર્ડન' તૈયાર કરવામાં આવશે. રોટરી ક્લબ દ્વારા 8000 સ્ક્વેર મીટરના વિસ્તારમાં નિર્મિત આ ગાર્ડનમાં ૩૫ ફૂટ ઊંડો અને 12 ફૂટ પહોળો 'ખંભાતી કૂવો' બનાવવામાં આવ્યો છે. આ વ્યવસ્થા દ્વારા આજુબાજુના વિસ્તારનું વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં આવશે, જેનાથી 1 કરોડથી વધુ લીટર પાણીનો જમીનમાં સંગ્રહ થઈ શકશે. આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા રોટરી ક્લબ અમદાવાદ મેટ્રોના સેક્રેટરી આનંદ જગત્યાનીએ જણાવ્યું હતું કે, આ પહેલથી નાગરિકો વરસાદી પાણીને જમીનમાં ઉતરતું જોઈ શકશે અને જળસંચયની દિશામાં મોટું પ્રદાન મળશે.
(10:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
