<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

પેટલાદના સિલવાઈ ગામમાં ચૂંટણીની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ : આઠ જેટલા લોકો ઘાયલ

ઝઘડામાં બંને પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સિલવાઈ ગામમાં પહોંચી ગયો

પેટલાદ તાલુકાના સિલવાઈ ગામમાં હાલમાં જ જૂની ચૂંટણીની અદાવતમાં બે જૂથો વચ્ચે સામસામે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. 

અગાઉ યોજાયેલી ચૂંટણીઓની અદાવતને લઈને ગામના બે જૂથો વચ્ચે વિવાદ વકર્યો હતો.

આ ઝઘડામાં બંને પક્ષો વચ્ચે છુટા હાથની મારામારી અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સિલવાઈ ગામમાં પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા

 

(11:06 PM IST)