<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

દાહોદના લીમખેડામાં બે જૂથો વચ્ચે ઘર્ષણ :દૂધિયા ગામ નજીક બંને જૂથો વચ્ચે પથ્થરમારો : એક વ્યક્તિને ગંભીર ઇજા

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો

દાહોદના લીમખેડામાં બે જૂથો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. દૂધિયા ગામ નજીક બે જૂથો સામસામે આવી જતાં લાકડીઓ અને પથ્થરો વડે મારામારી થઈ હતી. બંને જૂથો વચ્ચે પથ્થરમારો થતાં વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ જૂથ અથડામણમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

(10:34 AM IST)