<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પૂરક પરીક્ષાની તારીખો જાહેર:19 જૂનથી 22 જૂન વચ્ચે 3 વિષયોની પરીક્ષા લેવાશે

બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અંગેની લિંક સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવશે.

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષામાં પૂરક પરીક્ષા આપવાના છે, તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પણ વિગતો જોઈ શકશે.

 

બોર્ડની સત્તાવાર જાહેરાત મુજબ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની આ પ્રેક્ટિકલ પૂરક પરીક્ષા આગામી 19 જૂનથી શરૂ થશે અને 22 જૂન દરમિયાન યોજવામાં આવશે. આ ચાર દિવસ દરમિયાન જુદી-જુદી બેચમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે.

 

વિજ્ઞાન પ્રવાહના મુખ્ય ત્રણ પ્રાયોગિક વિષયો માટે આ પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નીચે મુજબના વિષયોનો સમાવેશ થાય છે:

  • ભૌતિક વિજ્ઞાન (Physics)
  • રસાયણ વિજ્ઞાન (Chemistry)
  • જીવવિજ્ઞાન (Biology)

 

જે વિદ્યાર્થીઓ નિયમિત પરીક્ષા દરમિયાન ગેરહાજર રહ્યા હોય અથવા નાપાસ થયા હોય અને પૂરક પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે, તેમણે પોતાના પરીક્ષા કેન્દ્ર અને હોલ ટિકિટ સંબંધી વિગતો માટે પોતાની શાળાનો સંપર્ક કરવાનો રહેશે. બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા અંગેની લિંક સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવશે.

 

(7:01 PM IST)