<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

પંચમહાલના જાંબુઘોડા મામલતદાર કચેરીનો ક્લાર્ક 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

જમીનની ખરીદી બાદ જમીનના રેકોર્ડમાં નામ દાખલ કરવા માટે આ લાંચ માંગવામાં આવી

પંચમહાલ જિલ્લાની જાંબુઘોડા મામલતદાર કચેરીનો ક્લાર્ક ₹૨૫,૦૦૦ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. જમીનની ખરીદી બાદ જમીનના રેકોર્ડમાં (હક્ક પત્રકમાં) નામ દાખલ કરવા/નોંધ મંજૂર કરવા માટે ક્લાર્ક  સુરપાલસિંહ  ભુરસિંહ ઝાલા  ઉ.વ.૩૮  ધંધો- નોકરી કલાર્ક, એટીવીટી શાખા  મામલતદાર  કચેરી  જાંબુઘોડા  જી.પંચમહાલ રહે.૧૬૩,  જૈન  સમ્રાટ સોસાયટી ભુરાવાવ રોડ ગોધરા જી.પંચમહાલ મુળ રહે. કાકચીયા તા. લુણાવાડા  જી.મહીસાગર) એ લાંચ માંગી હતી 

ફરીયાદીના અસીલનાઓએ જમીન વેચાણ રાખેલ  હોય જેનો  વેચાણ  દસ્તાવેજ કરવા ફરીયાદીને મળતા  ફરીયાદીશ્રી  દ્રારા મામલતદાર  કચેરી જાંબુઘોડા જમીનમા  નામ  દાખલ કરવા   અસીલ વતી અરજી આપવામા આવેલ.જે  કાર્યવાહી  કરવા તેમજ નોધ પાડી આપવા આ કામના આક્ષેપિતે રૂ.૨૫,૦૦૦/- ની લાંચની માંગણી નકકી કરેલ જે ફરીયાદી લાંચની રકમ આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદ  આધારે આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, લાંચના છટકા દરમ્યાન ફરીયાદીએ આક્ષેપિત સાથે વાતચીત કરી લાંચની રકમ રૂ.૨૫,૦૦૦/-સ્થળ પર સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
 
ટ્રેપીંગ અધિકારી એમ ,એમ.તેજોત, પોલીસ ઇન્સ્પેકટર, મહીસાગર એ.સી.બી. પો.સ્ટે. લુણાવાડા તથા એ.સી.બી. સ્ટાફ) હતા 

(5:30 PM IST)