<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

સરકારી કરોડોના ખર્ચ ઉપર વધુ ચાંપતી નજર : નાણા વિભાગમાં ૫૫ અધિકારીઓની નવી વ્યવસ્થાની માહિતી

ધોલેરા, ગિફ્ટ સિટી, સાબરમતી રિવરફ્રન્ટ અને મોટા સરકારી પ્રોજેક્ટોના નાણાકીય વ્યવહારોની દેખરેખ મજબૂત કરવાનો પ્રયાસ

ગાંધીનગર : રાજ્ય સરકારના જાહેર સાહસો, નિગમો અને મોટા વિકાસ પ્રોજેક્ટોમાં નાણાકીય પારદર્શિતા વધારવા ગુજરાતના નાણા વિભાગમાં નવી વહીવટી વ્યવસ્થા ઊભી કરવાની માહિતી સામે આવી છે. ‘ધ સેક્રેટરિયેટ’ના અહેવાલ મુજબ વર્ગ-૧ની હિસાબી સેવા સાથે સંકળાયેલી કુલ ૫૫ જગ્યાઓ કાર્યરત કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 

અહેવાલમાં ૪૦ હિસાબી અધિકારીઓ અને ૧૫ નાયબ નિયામકોનો સમાવેશ દર્શાવવામાં આવ્યો છે. આ અધિકારીઓની સેવાઓ ધોલેરા ઔદ્યોગિક શહેર વિકાસ, સાબરમતી રિવરફ્રન્ટ, ગિફ્ટ સિટી, સાયન્સ સિટી, સ્વચ્છ ભારત મિશન, તબીબી સંસ્થાઓ તથા અન્ય સરકારી બોર્ડ અને નિગમો સુધી વિસ્તરી શકે છે.

 

મોટી ગ્રાન્ટ, વિકાસ યોજનાઓ અને કરોડોના સરકારી ખર્ચ ઉપર દેખરેખ વધારી ગેરરીતિઓ અટકાવવાનો આ વ્યવસ્થાનો હેતુ હોવાનું જણાવાયું છે. નાણાકીય શિસ્ત અને જવાબદારી વધારવા માટે આવા અધિકારીઓની ભૂમિકા મહત્ત્વની બની શકે છે.

(10:08 PM IST)