<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

મહી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના મામલે સુદીપ ન્યુટ્રિશિયનને ક્લોઝર નોટિસ

સ્થાનિકોએ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી:કંપનીને ક્લોઝર નોટિસ પાઠવીને બોર્ડે આવા કૃત્યો સામે કડક સંદેશ આપ્યો

વડોદરાના સાવલી તાલુકામાં મહી નદીને કેમિકલયુક્ત પાણીથી દૂષિત કરવાના પ્રકરણમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પોઇચા ગામે આવેલી સુદીપ ન્યુટ્રિશિયન પ્રા. લિ. કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. તાલુકામાં આવેલા અનેક ઔદ્યોગિક એકમો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન નીકળતો કેમિકલયુક્ત વેસ્ટ નદીમાં છોડતા હોવાના આક્ષેપો છે.

   મહી નદીનું પાણી ફિલ્ટર કરીને વડોદરા સહિતના વિસ્તારોમાં પીવા માટે પૂરું પાડવામાં આવે છે. નદીના પ્રદૂષણથી ચામડીના રોગો, એલર્જી, અલ્સર, દમ અને કેન્સર જેવી બીમારીઓ થતી હોવાની ચિંતા વ્યક્ત કરી સ્થાનિકોએ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કંપનીને ક્લોઝર નોટિસ પાઠવીને બોર્ડે આવા કૃત્યો સામે કડક સંદેશ આપ્યો છે.

(11:23 PM IST)