<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ગુજરાતમાં ઓછા વરસાદથી સંકટના વાદળો, અનેક જિલ્લાઓમાં વરસાદની મોટી ઘટ : આ નવ જિલ્લાને મોજે દરિયા, બાકીના જિલ્લાના આંકડાઓ જોઈ કહેશો કે, હવે તો અંબાલાલની આગાહીઓ પણ કામ નહીં આવે !

સૌરાષ્ટ્ર-કચ્છમાં 22-39% સુધી વરસાદની ઘટ, દેવભૂમિ દ્વારકા -89%, પોરબંદર -74% સાથે સૌથી ખરાબ, 120 તાલુકા દુષ્કાળની ઝપટે, ખેડૂતોનો પાક સુકાતા સરકાર સામે દુષ્કાળ જાહેર કરવાની માગ

ગાંધીનગર તા.૨૭ : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ખૂબ જ અસમાન રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 103% વરસાદ થયો છે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં 22% થી 39% સુધીની મોટી ઘટ નોંધાઈ છે. સરેરાશ રાજ્યમાં 9% થી 20% ઘટ છે.

 

 

સૌથી વધુ ઘટવાળા જિલ્લા

 

- દેવભૂમિ દ્વારકા: -89% (સરકારે 6.41% જ કહ્યું)

- પોરબંદર: -74% (18.12%)

- કચ્છ: -62% (29.29%)

- જામનગર: -60% (28.88%)

- અરવલ્લી -49%, દાહોદ -48%, સાબરકાંઠા -47%, ગીર સોમનાથ -41%

120 તાલુકામાં 4 અઠવાડિયાથી વરસાદ નથી. બગસરામાં 12 હજાર હેક્ટર મગફળી, ગીર સોમનાથમાં 91 હજાર હેક્ટર મગફળી સુકાઈ રહી છે. અમરેલીના ખેડૂતે 20 વીઘા કપાસમાં ટ્રેક્ટર ફેરવી દીધું.

વિધાનસભામાં વિપક્ષે દુષ્કાળ જાહેર કરવાની માગ કરી, તો સરકારે કહ્યું કે માત્ર વરસાદની ઘટથી નહીં, Scientific Assessment અને Drought Manual મુજબ નિર્ણય લેવાશે. હાલ 10 કલાક વીજળી, રાહત દરે ઘાસચારો (રૂ.2/કિલો) અપાઈ રહ્યો છે. ખેડૂતો 55 હજાર કરોડના નુકસાનનો દાવો કરી લોન માફી માંગી રહ્યા છે.

(4:04 PM IST)