તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
ભારતને ‘ચિપ હબ’ બનાવવાના PM મોદીના વિઝનને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યો આકાર: $૧૩.૬૬ બિલિયનના રોકાણ અને ૬ મેગા પ્રોજેક્ટ્સ સાથે ગુજરાત બન્યું સેમિકન્ડક્ટર ક્ષેત્રનું ગ્લોબલ લીડર
સાણંદથી ધોલેરા સુધી આકાર પામી રહી છે દેશની સૌથી મોટી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ: ૪૦% મૂડી સહાય, જમીન સબસિડી અને વીજળીમાં રાહત આપતી રાજ્ય સરકારની આકર્ષક નીતિથી વૈશ્વિક રોકાણકારો આકર્ષાયા

ગાંધીનગર : ભારત સરકારના સુશાસન અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ગુજરાતે ટેકનોલોજીના ક્ષેત્રમાં એક નવો વિશ્વવિક્રમી ઈતિહાસ રચી દીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતે વિકાસના અનેક આયામો સિદ્ધ કર્યા છે, જેમાં સૌથી મોટી સફળતા સેમિકન્ડક્ટર ક્ષેત્રે મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં ગ્લોબલ હબ બનાવવાના વિઝનને સાકાર કરવામાં આજે ગુજરાત સમગ્ર દેશનું અગ્રણી અને વિશ્વાસપાત્ર રાજ્ય બનીને ઉભરી આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા દેશના ૧૨ હાઇ-ટેક સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી અડધોઅડધ એટલે કે ૬ મેગા પ્રોજેક્ટ્સ એકલા ગુજરાતમાં સ્થાપિત થઈ રહ્યા છે, જેમાં ૧૩.૬૬ બિલિયન અમેરિકન ડૉલર (અંદાજે રૂ. ૧.૧૩ લાખ કરોડથી વધુ)નું માતબર રોકાણ આવ્યું છે. રાજ્યમાં સાણંદ અને ધોલેરા સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના ગ્લોબલ સેન્ટર તરીકે વિકસી રહ્યા છે. સાણંદ ખાતે 'માઇક્રોન ટેક્નોલોજી'ની અત્યાધુનિક ATMP સુવિધા ઉપરાંત સીજી પાવર, રેનેસાં, સ્ટાર્સ માઈક્રોઇલેક્ટ્રોનિક્સ અને કેઇન્સ સેમિકોનની OSAT સવલતો વ્યાવસાયિક ધોરણે કાર્યરત થઈ ચૂકી છે, જેનાથી ચિપ મેન્યુફેક્ચરિંગ, ટેસ્ટિંગ અને પેકેજિંગ ક્ષેત્રે ગુજરાત દેશમાં અગ્રેસર બન્યું છે.
બીજી તરફ, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ખાતે ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભારતની પ્રથમ વ્યાવસાયિક સેમિકન્ડક્ટર ફેબનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં ૨૮ થી ૧૧૦ નેનોમીટરની હાઈ-ટેક CMOS લોજિક ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિસ્ટલ મેટ્રિક્સ દ્વારા ભારતનું પ્રથમ મિનિ અને માઇક્રો LED ડિસ્પ્લે ફેબ્રિકેશન યુનિટ પણ ધોલેરામાં જ આકાર લઈ રહ્યું છે. સુરત ખાતે પણ સુચિ સેમિકોન દ્વારા OSAT સુવિધાનો પ્રારંભ કરાયો છે.
ગુજરાત સરકારની શ્રેષ્ઠ પ્રોત્સાહક નીતિઓએ આ રોકાણોને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કેન્દ્રની CAPEX સહાય ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ૪૦ ટકા વધારાની મૂડી રોકાણ સહાય, FAB પ્રોજેક્ટ્સ માટે પ્રથમ ૨૦૦ એકર જમીન પર ૭૫ ટકાની જંગી સબસિડી, ૧૦૦ ટકા સ્ટેમ્પ ડ્યુટી વળતર અને ૧૦ વર્ષ સુધી પ્રતિ યુનિટ રૂ. ૨ની પાવર ટેરિફ સબસિડી પૂરી પાડવામાં આવી રહી છે. માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ માનવબળ તૈયાર કરવા માટે PDEU, GTU, ધોલેરા ITI અને IIT ગાંધીનગર ખાતે ChipIN સેન્ટર, સમર્થ કેન્દ્ર અને UHP વેલ્ડિંગ જેવા અદ્યતન ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે, જે ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજીના નક્શા પર અમર બનાવી દેશે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
