તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
CNGનું પ્રોડક્શન ગુજરાતમાં જ થાય છે:પેટ્રોલ--ડીઝલનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ: ગભરાટની જરૂર નથી: ઋષિકેશ પટેલ
રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ અને પુરવઠાને લઈને કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન

અમદાવાદ :રાજયમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ અને પુરવઠાને લઈને કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે CNGનું પ્રોડક્શન ગુજરાતમાં જ થાય છે અને રાજ્યમાં હાલમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની ગભરાટ કરવાની જરૂર નથી.
તેમણે વધુમાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે થઈ રહ્યો છે અને તેનો સીધો અસર સ્થાનિક બજાર પર પડે છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો તરફ વધુ ધ્યાન આપવું જરૂરી બની ગયું છે.
કેબિનેટ પ્રધાનના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર તરફથી ઇંધણ પુરવઠાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે અને પુરવઠા ચેઇન પર કડક નજર રાખવામાં આવી રહી છે. વધતા ભાવોના સંદર્ભમાં સરકાર ઇલેક્ટ્રિક વાહનો (EV) અને CNG આધારિત પરિવહન તરફ વળવાની નીતિને પ્રોત્સાહન આપી રહી છે, જેથી લાંબા ગાળે પર્યાવરણ અને ખર્ચ બંનેમાં સંતુલન લાવી શકાય.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
