તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
વલસાડમાં ભારે પૂર બાદ તીથલનો દરિયાકિનારો ભારે ચર્ચામાં આવ્યો: પૂરના પાણી સાથે દમણ તરફથી સેંકડો ટન કચરા અને લાકડાની સાથે આશ્ચર્યજનક રીતે મોટી સંખ્યામાં દારૂની બોટલો તણાઈ આવી ! આ વાત વાયુવેગે ફેલાતા જ મોટી સંખ્યામાં લોકો બોટલો લેવા ઉમટી પડ્યા: કેટલાક લોકોને એકથી વધુ બોટલો પણ મળી: આ દારૂની બોટલો દમણના બારમાંથી તણાઈ આવી હોવાની પૂરી શક્યતા

વલસાડ: અહીં આવેલ ભારે પૂર બાદ હવે જાણીતો તીથલનો દરિયાકિનારો ભારે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. પૂરના ધસમસતા પાણી સાથે દમણ તરફથી સેંકડો ટન કચરો લાકડાં અને સૌથી આશ્ચર્યજનક રીતે ખૂબ જ મોટી સંખ્યામાં દારૂની બોટલો તણાઈ આવી હતી. કિનારે દારૂની બોટલો આવી છે તેવી વાત સમગ્ર પંથકમાં વાયુવેગે ફેલાતા જ ખૂબ મોટી સંખ્યામાં લોકો આ બોટલો શોધવા માટે કિનારે ઉમટી પડ્યા હતા. આ પડાપડીમાં કેટલાક નસીબદાર લોકોને એકથી વધુ બોટલો પણ હાથ લાગી ગઈ હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ બોટલો દમણના બારમાંથી પૂરના પાણીમાં તણાઈને અહીં આવી હોવાની પૂરી શક્યતા છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ માટે પણ એક નવો જ પડકાર ઊભો કરી દીધો છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
