તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
કાલથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે:લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ યથાવત રહેવાની શક્યતા:બે દિવસ બાદ ફરી લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે

અમદાવાદ :ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાવાની શરૂઆત થશે. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જોકે, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ બે દિવસ બાદ ફરી લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. બીજી તરફ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ડીસામાં 18.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ, આગામી દિવસોમાં તાપમાનમાં થનારા ઉતાર-ચઢાવને પગલે રાજ્યમાં ઠંડીનો અનુભવ વધઘટ સાથે જોવા મળી શકે છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
