<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ગુજરાત કોંગ્રેસની કમાન હવે રણદીપસિંહ સુરજેવાલાના હાથમાં, વિધાનસભાની ચૂંટણી પહેલાં સંગઠન મજબૂત કરવા મોટો દાવ

મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારીપદેથી મુક્તિ, સુરજેવાલાને કર્ણાટક સાથે ગુજરાતની વધારાની જવાબદારી સોંપવામાં આવી

અમદાવાદ, તા. ૬ : કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મહત્વનો સંગઠનાત્મક ફેરફાર કરીને રાજ્યસભાના સાંસદ રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાતના નવા મહાસચિવ પ્રભારી બનાવ્યા છે. તેઓ મુકુલ વાસનિકનું સ્થાન લેશે અને કર્ણાટકના પ્રભારી તરીકેની જવાબદારી પણ સંભાળતા રહેશે. તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.

 

પક્ષે અન્ય રાજ્યોના પ્રભારીઓમાં પણ ફેરફાર કર્યા છે. સચિન પાયલોટને પંજાબ, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આસામ, સુખદેવ ભગતને છત્તીસગઢ, ડૉ. સિરિવેલ્લા પ્રસાદને મહારાષ્ટ્ર અને પી. વી. મોહનને આંધ્રપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે.

 

ગુજરાતમાં લાંબા સમયથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ માટે સંગઠનને સક્રિય કરવું, આંતરિક સંકલન વધારવું અને કાર્યકરોને ચૂંટણીલક્ષી કાર્યક્રમોમાં જોડવા સુરજેવાલા સામે મોટો પડકાર રહેશે. મુકુલ વાસનિક અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે યથાવત્ રહેશે.

(11:10 AM IST)