<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેણાક ઘરોમાં અચાનક રંગીન પાણી આવવાની ફરિયાદ: તંત્ર દ્વારા લાઈનમાં લીકેજ શોધાયું

વરસાદી ગટરની લાઇનમાં ગેરકાયદે ડાઇંગ યુનિટ્સના જોડાણો હોવાનું સામે આવ્યું: ડાઇંગમાંથી નીકળતું કેમિકલયુક્ત રંગીન પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું હોવાનો ખુલાસો

સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેણાક ઘરોમાં અચાનક રંગીન પાણી આવવાની ફરિયાદ બાદ મનપા તંત્રએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પાણીની લાઇનમાં લીકેજ શોધવામાં આવ્યું હતું. વધુ તપાસમાં વરસાદી ગટરની લાઇનમાં ગેરકાયદે ડાઇંગ યુનિટ્સના જોડાણો હોવાનું સામે આવ્યું હતું. ડાઇંગમાંથી નીકળતું કેમિકલયુક્ત રંગીન પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે મનપાએ કડક વલણ અપનાવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરતા 214 ગેરકાયદે ડાઇંગ યુનિટ્સને સીલ કરવા તજવીજ હાથ ધરાઈ છે. સાથે જ ગટરમાંથી તમામ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે

(8:20 PM IST)