તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
સાગબારા તાલુકાના ઉમરકૂઇ ગામે પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી, પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના ટળી
સદનસીબે શાળા છૂટ્યા બાદ ભારે વરસાદને પગલે દીવાલ ધરાશાયી થઇ નહીં તો મોટી દુર્ઘટના સર્જાત મુખ્ય શિક્ષક અગાઉ અનેકવાર કરી ચુક્યા છે ઉચ્ચ કક્ષાએ રજુઆત છતાં કોઇજ કામગીરી ન થતા દિવાલ તૂટી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : સાગબારા તાલુકાના ઉમરકૂઈ ગામે પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ ભારે વરસાદ ને કારણે ધરાશાયી થઈ છે.જોકે ઘટના શાળા છૂટ્યા બાદ બની હોય મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સાગબારા તાલુકાના ઉમરકૂઈ ગામે આવેલ પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ ગઈકાલે પડેલા ભારે વરસાદ ને કારણે ધરાશાયી થઈ હતી.જોકે આ દીવાલ શાળા છૂટ્યા બાદ તૂટી હોવાના કારણે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.
કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતા સ્થાનિક આગેવાન અને સાગબારા કોંગ્રેસ ના ST સેલ પ્રમુખ અમજદ વસાવા, ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ ડેલિગેટ સુરેશ વસાવાને જાણ થતાં જ તાત્કાલિક ઉમરકૂઇ ગામે પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આ ધરાશાયી થયેલી દિવાલ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બની હતી અને તે માટે મુખ્ય શિક્ષક દ્વારા ધણી વખત ઉચ્ચ કક્ષાએ શિક્ષણ વિભાગમાં અનેકવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પણ પ્રકાર ની નોંધ લેવામાં આવી જ ન હતી.કમ્પાઉન્ડ વોલ સાથે તેનો મુખ્ય દરવાજો જે લોખન્ડ નો બનેલો છે તે પણ દીવાલ સાથે તૂટી પડ્યો હતો, જો આ લોખંડનો દરવાજો કોઈ નાના બાળકો ઉપર પડ્યો હોત તો મોટી જાનહાની થવા સંભવ હતો છતાં બહેરા કાને આદિવાસી વિસ્તારોની સમસ્યાઓ ઉચ્ચ અધિકારીઓને આંખે દેખાતી નથી કે કાને સંભળાતી નથી. આ દીવાલ શાળા છુટયા ના થોડાજ સમય પછી ધરાશાયી થતા મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.જો દુર્ઘટનામાં કોઈ બાળકને ઇજાઓ કે જાનહાની થઈ હોત તો તેના માટે કોણ જવાબદાર તેવાં સવાલ ઉઠ્યા છે
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
