<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

કામરેજ પોલીસે સુરત જિલ્લામાં પ્રથમવાર 50 ગુનેગારોની પરેડ કરાવી: ગ્રામીણ પ્રજા જોવા ઉમટી : જુઓ વિડીયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનેગારોને કડક સૂચના

સુરત :કામરેજ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 50 જેટલા જાણીતા ગુનેગારોને પોલીસ સ્ટેશન ખાતે પરેડ લઈ આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને કોઈપણ પ્રકારનો ગુનો નહીં કરવા કે જાહેર સુલેહ શાંતિને ડહોળવાનો પ્રયત્ન નહીં કરવા બાબતે પરેડ લઈ કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી 

  આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામરેજ પોલીસે સુરત જિલ્લામાં પ્રથમવાર ગુનાહિત ઇતિહાસ ધરાવતા લગભગ 50 ગુનેગારોની પોલીસ મથકે પરેડ યોજી હતી. કાર્યવાહી સુરત શહેર પોલીસના મોડલ આધારે હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનેગારોને કડક સૂચના આપવામાં આવી હતી ઓળખ માટે પરેડ: તમામ પોલીસ અધિકારી અને કર્મચારી ગુનેગારોને ઓળખી શકે તે હેતુથી પરેડ યોજાઈ હતી .

  કામરેજ પીઆઇ આર.બી. ગોજીયાએ ગુરુવારે કામરેજ પોલીસ મથકે નોંધાયેલા ગુનેગારોને બોલાવીને સ્પષ્ટ સૂચના આપી હતી જેમ કે કાયદાનું પાલન: સુલેહ-શાંતિ જાળવવી અને કાયદાનું ઉલ્લંઘન ન કરવું ગુનાથી દૂર રહેવું: ગુનાહિત પ્રવૃત્તિથી પરિવારોને મુશ્કેલી પડે છે અને બાળકો પર નકારાત્મક અસર થાય છે, તેથી ગુના આચરવાથી દૂર રહેવું.ચૂંટણી દરમિયાન તકેદારી: ચૂંટણી સમયે શાંતિ ડહોળાય નહીં તેની ખાસ તકેદારી રાખવી.
પીઆઇ આર.બી. ગોજીયાએ અગાઉ સુરત શહેરમાં ફરજ બજાવી હતી. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અવાર-નવાર ગુનેગારોની પરેડ કરાવવામાં આવે છે. એ જ અનુભવના આધારે કામરેજમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી

 સુરત જિલ્લામાં પ્રથમવાર આવી પરેડ જોવા સ્થાનિક ગ્રામીણ પ્રજા પોલીસ મથક બહાર ઉમટી પડી હતી જિલ્લાવાસીઓએ કામરેજ પોલીસની આ કાર્યવાહીને આવકારી હતીજિલ્લા એસ.પી. રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ આ પરેડનું આયોજન થયું હતું.
આગામી સમયમાં જિલ્લાના અન્ય પોલીસ મથકે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવી કાર્યવાહી જોવા મળે તેવી શક્યતા છે.

(11:23 AM IST)