તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
સુરતના વિજયનગર વિસ્તારમાં ખાડીમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર
ફાયર બ્રિગેડના જવાનોએ ખાડીમાં ઉતરી મૃતદેહને બહાર કાઢ્યો: નવજાત બાળકને હોસ્પિટલમાંથી ફેંકી દેવામાં આવ્યું હોવાની આશંકા

સુરતના વિજયનગર વિસ્તારમાં ખાડીમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ખાડીમાં કચરાના ઢગલામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. વોર્ડ ઓફિસમાં લાગેલી આગ ઓલવવા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યારે આ મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ ખાડીમાં ઉતરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. નવજાત બાળકને હોસ્પિટલમાંથી ફેંકી દેવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
