<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

મહેસાણા જિલ્લામાં બોગસ મેળા થયાનો કોંગ્રેસનો આરોપ :કલેક્ટરને લેખિત ફરિયાદ

મૃતક અને વિદેશમાં રહેતા લોકોના નામે બોગસ મતદાન: વિજાપુરના પામોલ ગામમાં મૃતક મહિલાના નામે વોટ પડ્યાનો દાવો:23 એપ્રિલે મહિલાનું મૃત્યુ, 26 એપ્રિલે તેના નામે વોટિંગ થયાનો આરોપ કરાયો

મહેસાણા  જિલ્લામાં બોગસ મતદાન થયાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. મૃતક અને વિદેશમાં રહેતા લોકોના નામે બોગસ મતદાન થયાનો આરોપ છે. વિજાપુરના પામોલ ગામમાં મૃતક મહિલાના નામે વોટ પડ્યાનો દાવો કરાયો. 23 એપ્રિલે મહિલાનું મૃત્યુ, 26 એપ્રિલે તેના નામે વોટિંગ થયાનો આરોપ કરાયો. બળદેવજી ઠાકોરે કહ્યુ ભાજપે મોતનો મલાજો પણ ન રાખ્યો.  અમેરિકા, ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા લોકોના નામે પણ વોટ છે. બૂથ વાઇઝ મતદાનનું લિસ્ટ આપી તટસ્થ તપાસ કરવા કોંગ્રેસે માંગ કરી છે.

બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે બપોરે 2 વાગ્યા સુધી રાજ્યમાં નીરસ મતદાન હતું અને પછી અચાનક જે રીતે આંકડો વધ્યો, તે અનેક સવાલ ઊઠાવે છે. તેમણે તો માત્ર પામોલ ગામની વાત કરી છે. જો સમગ્ર જિલ્લા કે રાજ્યમાં તપાસ કરવામાં આવે તો બોગસ મતદાન ઊંચું હોઈ શકે તેવો તેમણે આરોપ લગાવ્યો છે.

(12:32 AM IST)