<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

કૉંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ :રાંટીલા બેઠકના કોંગ્રેસ સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણે પક્ષના નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા

કૉંગ્રેસના વિરોધમાં જઈને ભાજપને સહકાર આપનારા નેતાઓ સામે પણ તેમણે પ્રહાર કર્યા:ગેનીબેન અને ગુલાબસિંહના વિરોધમાં થઈ રહેલી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી.

બનાસકાંઠા અને વાવ-થરાદમાં કૉંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાંટીલા બેઠકના કોંગ્રેસ સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણે પક્ષના નેતૃત્વ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, કોંગ્રેસ પોતાના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરની છબી ખરડી રહી છે. ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓનું મનોબળ તોડવામાં આવી રહ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો. કૉંગ્રેસના વિરોધમાં જઈને ભાજપને સહકાર આપનારા નેતાઓ સામે પણ તેમણે પ્રહાર કર્યા. સ્થાનિક નેતાઓ પક્ષ વિરુદ્ધ કામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવી, ગેનીબેન અને ગુલાબસિંહના વિરોધમાં થઈ રહેલી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી. પ્રદેશ નેતૃત્વના અભાવ અંગે સવાલ ઉઠાવી સિદ્ધરાજસિંહે ચીમકી આપી કે, પ્રદેશ નેતૃત્વમાં બેઠેલા નેતાઓને સાંખી લેવામાં નહીં આવે.

(7:02 PM IST)