<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

વડોદરાના વોર્ડ નંબર 1 ના પરિણામમાં ગેરરીતિ થયાના આક્ષેપો સાથે કોંગ્રેસના નેતાની કોર્ટમાં પિટિશન: 17 પક્ષકારોને નોટીસ

કોંગ્રેસ નેતા અમી રાવતે ન્યાયની અપેક્ષા સાથે વોર્ડ નંબર 1 માં ફરીથી મતોની ગણતરી કરવાની મજબૂત માગ કરી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે આ મામલો અદાલતના દ્વારે પહોંચ્યો છે. વોર્ડ નંબર 1 ના પરિણામોમાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસના નેતા અમી રાવતે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

 

અમી રાવતે પોતાની પિટિશનમાં ચૂંટણી અધિકારી પર સીધો નિશાન સાધતા જણાવ્યું છે કે, ચૂંટણી અધિકારીએ પત્રકમાં જાણી જોઈને ચેડાં કર્યા છે. પિટિશનમાં કરાયેલા દાવા મુજબ શરૂઆતના સત્તાવાર આંકડાઓ મુજબ અમી રાવત વિજેતા જાહેર થયા હતા. આરોપ છે કે ત્યારબાદ ચૂંટણી અધિકારીએ પરિણામના પત્રકમાં ફેરફાર કરીને પરિણામ બદલી નાખ્યું હતું.

 

અમી રાવતે ન્યાયની અપેક્ષા સાથે વોર્ડ નંબર 1 માં ફરીથી મતોની ગણતરી કરવાની મજબૂત માગ કરી છે.

આ મામલાની ગંભીરતાને ધ્યાને લેતા પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજે આકરાં પગલાં લીધાં છે. કોર્ટે આ કેસમાં રાજ્ય ચૂંટણી કમિશનર, જિલ્લા કલેક્ટર અને સંબંધિત ચૂંટણી અધિકારી સહિત કુલ 17 સામાવાળા પક્ષકારોને નોટિસ ફટકારી છે.ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને સત્તાના દુરુપયોગના આક્ષેપોને કારણે આ કેસ વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે.

 

(2:29 PM IST)