<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

અમદાવાદમાં ભાજપ કોર્પોરેટર સામે કોંગ્રેસનો મોટો આક્ષેપ: નરોડાના વિજેતા ઉમેદવાર ચંદાબેન પટેલની ડિગ્રી મુદ્દે વિવાદ

ચંદાબેને ચૂંટણી એફિડેવિટમાં પોતાને ડોક્ટર ગણાવ્યા છે, પરંતુ તેમણે રજૂ કરેલી શૈક્ષણિક વિગતો અને સંસ્થાનું કોઈ અસ્તિત્વ જ નથી.

અમદાવાદના નરોડા વોર્ડના ભાજપના વિજેતા ઉમેદવાર ચંદાબેન પટેલ સામે કોંગ્રેસે ગંભીર આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સહ કન્વીનર હેમાંગ રાવલે મ્યુનિસિપલ કમિશનરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ચંદાબેને ચૂંટણી એફિડેવિટમાં પોતાને ડોક્ટર ગણાવ્યા છે, પરંતુ તેમણે રજૂ કરેલી શૈક્ષણિક વિગતો અને સંસ્થાનું કોઈ અસ્તિત્વ જ નથી. નકલી દસ્તાવેજો અને ખોટી ઓળખ ઊભી કરવા બદલ કોંગ્રેસે પોલીસ ફરિયાદની માંગ કરી છે અને જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આ મામલાને કોર્ટમાં લઈ જવાની ચીમકી ઉચ્ચારી છે.

(1:08 AM IST)